ઘ્રાંગધ્રાના ખેડૂતો સરકારી સહાયથી બાગાયતી ખેતી તરફ વળ્યા

0
652

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂતો વર્ષોથી પરંપરાગત પાક જેવા કે એરંડા, કપાસ જેવા પાકોનું વાવેતર કરતા હતા. આ પાકના ઉત્પાદન બાદ ખેડૂતોને ક્યારેક પોષણક્ષમ ભાવો પણ નહોતા મળતા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂતો વર્ષોથી પરંપરાગત પાક જેવા કે એરંડા, કપાસ જેવા પાકોનું વાવેતર કરતા હતા. આ પાકના ઉત્પાદન બાદ ખેડૂતોને ક્યારેક પોષણક્ષમ ભાવો પણ નહોતા મળતા

સરકાર દ્વારા ખેડૂતો પરંપરાગત પાકોની જગ્યાએ રોકડિયા બાગાયતી પાકોના વાવેતર માટે સબસીટી અને આર્થિક સહાય કરવામાં આવતી હોય છે. ગાજણવાવ ગામના ખેડૂતોએ પણ આ સહાયનો લાભ લઈને ખેતીવાડી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાગાયતી પાક જેવા કે તરબૂચ, ટેટી અને દાડમનું વાવેતર કર્યુ હતુ. તરબૂચ, ટેટી અને દાડમના વાવેતરથી ખેડૂતોને પહેલાં કરતાં દોઢથી બે ગણી આવક થઈ રહી છે. કેટલાક ખેડૂતો ઉચ્ચ કક્ષાના તરબૂચ, ટેટી અને દાડમના રોકડીયા પાકોના ઉત્પાદનથી ત્રણ ગણી આવક પણ મેળવી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતુ કે, ખેડૂતો સરકારી યોજનાઓથી વધુ માહિતગાર થાય અને બમણી આવક મેળવે તે માટે સરકારી ખેતીવાડી કચેરીઓનો સંપર્ક કરે તે જરુરી છે.