દેશનાં આ આઠ રાજ્યોમાં કોવિડ-19ના કેસો પ્રતિદિન વધી રહ્યા છે

0
127

દેશનાં આ આઠ રાજ્યોમાં પ્રતિદિન કોવિડ સંક્રમિત થતા દર્દીઓની સંખ્યામાં 84 ટકાનો વધારો થઈ રહ્યો છે. કોવિડ મહામારી પર અસરકારક રીતે કાબૂ મેળવવા ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશ 30મી એપ્રિલ સુધી લાગુ કરાશે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોવિડ-19ના કેસો પ્રતિદિન વધી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડનાં 72 હજારથી વધુ કેસ નોંધાવાથી સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડ 22 લાખ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાક દરમ્યાન 350 લોકોનાં મોત સાથે દેશમાં મૃતક આંક 1 લાખ 62 હજારને પાર થયો છે. દરમ્યાન દેશમાં કોવિડથી સાજા થવાનો દર 94.11 ટકા થયો છે.છેલ્લા 24 કલાકમાં 41 હજાર દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ એક કરોડ 14 લાખ લોકો સાજા થયા છે.