ડાંગ જિલ્લાનાં બરડપાણી ગામની હેન્ડિક્રાફ્ટ વસ્તુઓની રાજ્ય બહાર પણ માંગ

0
804

ડાંગ જિલ્લો જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીંની ગરીબ આદિવાસી પ્રજા પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. ડાંગના રહિશો હવે આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે. આ રીતે ડાંગના બરડપાણી ગામની યુવતીઓ હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ બનાવી સ્વનિર્ભર બની છે

આગાખાન સંસ્થા દ્વારા ડાંગના ગામડાઓની યુવતીઓને હેન્ડી ક્રાફ્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં યુવતીઓને વિવિધ શણગારની વસ્તુઓ બનાવવી, તેનું વેચાણ કરવું, શણગારની વસ્તુઓમાં વિવિધતા લાવવી વગેરેની સમજણ અપાઈ હતી.

આ ટ્રેનિંગ થકી આજે આ યુવતીઓ ઘરે બેઠાં હેન્ડીક્રાફટની વસ્તુઓ બનાવી રોજગારી મેળવી રહી છે. તેમની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું વેચાણ ટુરિસ્ટ સ્થળ એવા સાપુતારામાં થાય છે. રંગબેરંગી શણગારની વસ્તુઓની બનાવટથી દરેક વ્યક્તિ આકર્ષિત થાય છે. આ શણગારની વસ્તુઓનું સાપુતારાની સાથે-સાથે ગુજરાત બહાર પણ વેચાણ થાય છે જેમાં બેંગલોર, જયપુર, મુંબઈ જેવા શહેરોમાંથી શણગારની વસ્તુઓના ઓર્ડર મળે તે પ્રમાણે વસ્તુઓ બનાવી ડાંગની યુવતીઓ વેચાણ કરે છે.