કાળજાળ ગરમીમાં રાહત મેળવવા ઘરે બનાવો ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ…

0
1049

શું તમે આ ઉનાળાની સિઝનમાં ચોકલેટ કોકોનટ ફોન્ડુયુનો ટેસ્ટ માણ્યો છે જો ના..! તો આજે જ ઘરે બનાવો આ લઝીઝ ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ. આ ડીઇસ નો એક વાર ટેસ્ટ માણ્યા પછી કોઈ દિવસ તમે નઇ ભૂલો આ ટેસ્ટી ચોકલેટ કોકોનટ ફોન્ડુયુને.


સામગ્રી

2 કપ ડાર્ક ચૉકલેટ 

૧/૪ કપ કુકિંગ ક્રીમ

1 કપ કોકોનટ મિલ્ક

3 ટેબલ-સ્પૂન શેકેલું સૂકું કોપરું (છીણેલું)

બે ટેબલ-સ્પૂન શેકેલી બદામના ટુકડા

કેળું – ૧ નંગ

1 વૅનિલા કેક

2 સફરજન

1 બ્રાઉની

2 સ્ટ્રોબેરી

બનાવવાની રીત :


સૌપ્રથમ કોકોનટ મિલ્ક અને કુકિંગ ક્રીમ મિક્સ કરો.

એમાં ડાર્ક ચૉકલેટના પીસ નાખીને સ્લો ગૅસ પર ગરમ કરવું અને તે પીગળી જાય પછી ગૅસ બંધ કરવો.

પછી એમાં સૂકું કોપરું, બદામના ટુકડા નાખવા.

કેળાં, કેક, બ્રાઉનીના ચોરસ મોટા ટુકડા કરવા.

હવે આ ડિસને ડેકોરેટ કરવા માટે સ્ટ્રોબેરી, સફરજન વ્યસ્થિત સજાવવું.

હવે તમારી સામે છે આ લઝીઝ ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ ની ડીસ…