કેન્સરગ્રસ્ત એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પ્રથમવાર જણાવી પોતાની પીડા, કહ્યું-‘કીમોના કારણે થઈ દ્રષ્ટિ પર અસર’

0
613

મુંબઈઃ સોનાલી બેન્દ્રે કેન્સરનો સામનો કરી રહી છે અને તેની સારવાર માટે ન્યૂયોર્કમાં છે. ખરાત સ્વાસ્થ્ય વચ્ચે પણ સોનાલી પોતાની તસવીરો શેર કરતી રહે છે, આ તસવીરોમાં તે કેન્સર વિરુદ્ધની લડાઈમાં પોતે મજબૂત હોવાનું દર્શાવવા માટે હસચી જોવા મળે છે. હવે સોશ્યિલ મીડિયા પર સોનાલીએ નવી પોસ્ટ કરી છે જેમાં તેણે કીમો થેરેપીને કારણે પુસ્તક વાંચવામાં તકલીફ થઈ રહી હોવાની વાત કરી હતી. સોનાલીએ બાલ્ડ લુકમાં હાથમાં એક પુસ્તક સાથેની લાંબી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેર કરતા સોનાલીએ લખ્યું કે,‘આ મારી નવી પુસ્તકની જાહેરાત છે. ગત પુસ્તક વાચતા સમયે મને થોડી સમસ્યા થઈ હતી કારણે કીમોથેરેપીના કારણે મને વાંચવમાં વિચિત્ર સમસ્યા થઈ હતી. જોકે હવે બધુ બરાબર છે. હવે નવું પુસ્તક ન્યૂયોર્કમાં વાંચવા માટે તૈયાર છું.”

– સોનાલીએ લખ્યું કે,”આ પુસ્તક હાન્યા યાનિગિહારાની ‘અ લિટિલ લાઈફ’ છે. આ પુસ્તક સાહિત્યના ઘણા એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. આ પુસ્તક મિત્ર અને મહત્વકાંક્ષાની સ્ટોરી જણાવે છે.’
– સોનાલીને પુસ્તક પ્રત્યે ઘણો પ્રેમ છે. તેણે પોતાની સારવાર દરમિયાન અગાઉ ઘણા પુસ્તકો સાથેની તસવીરો શેર કરી છે. સોનાલીને મળવા તેના ઘણા મિત્રો ન્યૂયોર્ક આવી ચૂક્યા છે. આ ઉપરાંત સોનાલી ન્યૂયોર્કમાં સારવાર કરાવવા આવેલા રીષિ કપૂરને પણ મળી હતી.
– આ ઉપરાંત પ્રિયંકા ચોપરા, સુજૈન ખાન અને ગાયત્રી જોશી સાથેની તેની તસવીરો પણ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ ચૂકી છે. તાજેતરમાં જ સોનાલી પ્રિયંકાના બ્રાઈડલ શાવરની પાર્ટીમાં ઘણી મસ્તી કરતી જોવા મળી હતી.
– સોનાલી તેની મિત્ર અને એક્ટ્રેસ નમ્રતા શિરોડકર અને તેના પતિ મહેશ બાબૂ તથા બાળકોને ન્યૂયોર્કમાં મળી હતી. આ ફેમિલી ન્યૂયોર્કમાં વેકેશન માણવા પહોંચ્યું હતું.
– નમ્રતાએ એક વેબ પોર્ટલને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,”સોનાલી મજબૂત ઈરાદો ધરાવતી વ્યક્તિ છે. તે ફિટ દેખાય છે અને પોતાના સામાન્ય જીવનમાં પરત ફરવા પ્રયાસ કરી રહી છે. મે તેની સાથે સારો સમય પસાર કર્યો છે.”
– નમ્રતાએ આગળ જણાવ્યું કે,”ઘણી વસ્તુઓ પર વાત થઈ. સોનાલીએ બીમારી વિશે અને તેને તાકાત ક્યાંથી મળી તે અંગે વાત કરી.”
– સોનાલી બેન્દ્રેને કેન્સર થયાની વાત જુલાઈમાં તે સારવાર માટે ગઈ ત્યારે સામે આવી હતી અને ત્યારથી જ તે ન્યૂયોર્કમાં સારવાર મેળવી રહી છે.
– ન્યૂયોર્કમાં વેબ સીરિઝ માટે કામ કરી રહેલા અનુપમ ખેર ઘણીવાર વિકેન્ડ્ઝમાં સોનાલી સાથે સમય પસાર કરતા હતા. તેઓ ઘણી મસ્તી કરતા હતા.