ઈથોપિયન એરલાઇન્સનું બોઈંગ વિમાન ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 157 લોકોનાં મોત

0
451

ઈથોપિયન એરલાઇન્સનું બોઈંગ 737 વિમાન રવિવારે ક્રેશ થઈ ગયું. જેમાં 149 યાત્રી અને 8 ક્રુ મેમ્બર સવાર હતા. જે તમામનાં મોત નિપજ્યાં છે. આ વિમાન ઈથોપિયાની રાજધાની અદીસ અબાબથી કેન્યાના નૈરોબી જઈ રહ્યું હતું. વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 વાગ્યે ઉડાન ભરી હતી જેના 6 મિનિટ બાદ જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈથોપિયાના વડાપ્રધાન કાર્યાલયે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.મીડિયા રિપોટ્સના જણાવ્યા મુજબ, એરલાઈન્સના પ્રવકતાએ પ્લેન ક્રેશ થવાની પુષ્ટિ કરતા કહ્યું કે હજુ સુધી સ્પષ્ટ નથી કે પ્લેન ક્યાં ક્રેશ થયું છે.આ દુર્ઘટનામાં તમામ યાત્રિકો માર્યા ગયા છે. ઈથોપિયન એરલાઇન્સને આફ્રિકાની સૌથી મોટી એરલાઇન્સ કંપની ગણાય છે.