ભારતમાં કોરોના વકર્યોઃ છેલ્લા 24 કલાકમાં 89,129 કેસ નોંધાયા, 714 લોકોનાં મોત

0
499

દેશના કુલ કેસોમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લા 24 કલાકના જાહેર કરાલે કોરોના વાયરસ કેસોના આંકડાઓ પ્રમાણે છેલ્લા દેશમાં 89,129 કેસ નોંધાયા છે. અને 714 લોકોનાં મોત થયા છે. દેશના કુલ કેસોમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રામાં 47,913 કેસ, કર્ણાટકમાં 4991 કેસ, છત્તીસગઢમાં 4174 કેસ, દિલ્હીમાં 3594, તમિલનાડુમાં 3290 કેસ, ગુજરાતમાં 2640 કેસ, મધ્યપ્રદેશમાં 2777 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 10,46,605 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.

દેશમાં કોરોના રસીકરણ પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 12,76,191 લોકોને કોરોના વેક્સિન આપાઈ હતી. અત્યાર સુધી 7,06,18,026 લોકોને કોરોના રસી અપાઈ ચુકી છે.