આયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ

0
240

હેલ્થ ડેસ્ક: આદુંનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. તે અનેક ગંભીર તકલીફોને પણ દૂર કરે છે.

એલર્જી : ધૂળ, માટી, પ્રદૂષણ અને દૂષિત હવા એલર્જી થવાનાં મુખ્ય કારણો છે. એલર્જીની સાથે શરદી-સળેખમ દૂર કરવામાં પણ આદું ખૂબ મદદરૂપ થાય છે. એમાં રહેલા એન્ટિ-હેસ્ટામાઇન એલર્જીની અસરને દૂર કરવામાં મદદ કરે છે. ચક્કર આવતાં હોય ત્યારે તેનું સેવન લાભ કરે છે.

પાચન સુધારે : તે પિત્તાશયમાં પાચકરસ વધારે ઉત્પન્ન કરે છે, જેથી પાચનક્રિયા ઝડપી થાય છે. આદું નિયમિત ખાવાથી પાચનશક્તિ સારી રહે છે. આદુંના રસને આંબળા અને મધ સાથે લઈ શકાય છે.

પેટના દુખાવામાં રાહત: માસિકસ્રાવ દરમિયાન સ્ત્રીઓને પેટનો દુખાવો થતો હોય છે. એવામાં આદુંવાળી ચા મદદરૂપ છે. માસિકસ્રાવ દરમિયાન આદુંનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો દૂર થશે.

થાક કરે દૂર : કેટલાક લોકોને સવારે ઊઠતાં જ માથું દુખવા કે ઊબકા આવવા જેવી ફરિયાદ રહે છે. ખાસ કરીને સગર્ભામાં આ સમસ્યા વધારે હોય છે. આદુંનું સેવન કરવાથી શરીરને વિટામિન-6 મળે છે, જેથી સવારે લાગતા થાક, માથાનો દુખાવો, ઊબકામાં રાહત રહે છે.

બળતરા અને સોજો : આદુંમાં રહેલું ‘જિંજરોલ’માં ઔષધીય ગુણ છે. એમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્ત્વ અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે, જે કોઈ પણ પ્રકારના દુખાવા કે સોજો દૂર કરે છે. જ્યારે તમને શરીરના કોઈ હિસ્સામાં બળતરા અને સોજો હોય તો આદુંનું સેવન કરો.