માત્ર 23 વર્ષની ઉંમરમાં જ્યારે નીતા અંબાણીએ ડોક્ટરના મુખેથી સાંભળ્યાં આ શબ્દો, પગ નીચેથી સરકી ગઈ હતી જમીન

0
415

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સર્વેસર્વા મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ત્રણ બાળકોની માતા છે. પરંતુ જ્યારે 23 વર્ષની ઉંમરમાં ડોક્ટરે તેણે કહ્યું હતું કે, તે ક્યારેય મા નહીં બની શકે. ડોક્ટરના આ શબ્દો સાંભળીને નીતા અંબાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક મેગેઝીનમાં 2011માં આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુમાં તેણીએ તેના અનુભવ શેર કર્યાં હતાં. જ્યારે તે સ્કુલ કાળમાં નિબંધો લખતી હતી કે મા બન્યા બાદ તે શું કરશે. દુનિયાની દરેક મહિલાની જેમ નીતા અંબાણી પણ મા બનવા અંગે વિચાર કરતી હતી

ઈશાએ પણ કર્યો છે આ વાતનો ખુલાસો

નીતા અંબાણીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, લગ્નના કેટલાક વર્ષો બાદ ડોક્ટરે મને જણાવ્યું હતું કે, હું ક્યારેય મા નહી બની શકું. ત્યાં સુધી કે જ્યારે હું સ્કુલમાં હતી ત્યારે આ શિર્ષક હેઠળ નિબંધ લખતી હતી કે, જ્યારે હું મા બનીશ. પરંતુ 23 વર્ષની ઉંમરમાં જ ડોક્ટરે જ્યારે આ વાત કરી તો હું હલી ગઈ હતી. જો કે, પછી ડો. ફિરૂજા પારિખની મદદથી મેં જોડ્યાં બાળકો ઈશા અને આકાશને જન્મ આપ્યો. એટલું જ નહીં ફેબ્રુઆરી 2019માં પોતાના લગ્નના એક મહિના બાદ ઈશા અંબાણીએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેનો અને આકાશનો જન્મ આઈવીએફથી થયો છે.

માતા અનુસાશનની બાબતે હતા કડક

ઈશા અંબાણીએ કહ્યું હતું કે, માતા-પિતાના લગ્નના 7 વર્ષ બાદ મારો અને આકાશનો જન્મ થયો હતો. અમે બંને આઈવીએફ બેબી છીએ. માં ફુલટાઈમ મોમ બનવા માંગતી હતી, પરંતુ જ્યારે અમે 5 વર્ષના થયા ત્યારે તેણે ફરીથી કામ શરૂ કરી દીધું. એટલું નહીં આકાશ અને ઈશા અંબાણીના જન્મના ત્રણ વર્ષ બાદ મુકેશ અંબાણીના ઘરે નાના પુત્ર અનંતનો જન્મ થયો. જો કે, તે સમગ્ર રીતે નેચરલ બર્થ હતો.

ઈશા અંબાણી કહે છે કે, તેની માતા હંમેશા અનુશાસનને લઈને કડક હતી. ઈશાએ પોતાના બાળપણના તે દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, મને યાદ છે કે, જ્યારે હું અને મા ઝઘડતા હતા ત્યારે પાપા બોલાવતા હતા અને મારી મા ઘણી કડક હતી. જો ક્યારેક સ્કુલ બંક કરવા માંગતા હતા તો પાપા કહેતા કે કોઈ વાત નથી. પરંતુ મા કડક હતી અને હંમેશા ટાઈમ ઉપર ખાવુ, સારી રીતે ભણવુ અને સમયનો ખ્યાલ રાખવાનું કહેતી હતી.

બાળકોને સપ્તાહમાં માત્ર 5 રૂપિયા આપતી હતી નીતા

ખુદ નીતા અંબાણીએ પોતાના કડક પેરેંટિગથી જોડાયેલો એક કિસ્સો શેર કરતા જણાવ્યું છે કે, બાળકોને સ્કુલ કેંટીનમાં ખર્ચ કરવા માટે દર શુક્રવારે 5 રૂપિયા આપતી હતી.નીતા અંબાણીના પ્રમાણે એક વાર નાના પુત્ર અનંતને 10 રૂપિયાની જિદ કરી હતી. જ્યારે મે તેને પુછ્યું કે 10 રૂપિયા કેમ જોઈએ છે ત્યારે તેણે કહ્યું કે જ્યારે તે ત્યાં 5 રૂપિયાનો સિક્કો બહાર કાઢે છે ત્યારે તેના મિત્ર તેના ઉપર હશે છે અને કહે છે કે અંબાણી છે કે ભીખારી. આ વાત ઉપર હું અને મુકેશ પોતાની હસી રોકી ન શક્યાં.