10 વર્ષના સબંધ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કર્યા લગ્ન, હનીટ્રેપનો થઇ ચુક્યો છે શિકાર

0
776

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો વન ડે અને ટી-20 કેપ્ટન ઇયાન મોર્ગન લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ તારા રિજવેને ડેટ કર્યા બાદ આ ઇંગ્લિશ ક્રિકેટરે લગ્ન કરી લીધા હતા.

તારા લંડનમાં ફેશન ઇન્ડસ્ટ્રીની એક જાણીતી કંપનીની માર્કેટિંગ કોર્ડિનેટર છે. બન્નેની પ્રથમ મુલાકાત 10 વર્ષ પહેલા થઇ હતી, તે સમયે તારાની ઉંમર 17 જ્યારે ઇયાન મોર્ગન 24 વર્ષનો હતો. મૂળ ઓસ્ટ્રેલિયાની તારાએ ઇયાન મોર્ગનને એડિલેડમાં રમાઇ રહેલી એશિઝ સિરીઝની એક મેચ દરમિયાન જોયો હતો. સૅામરસેટના ઐતિહાસિક બેબિંગ્ટન હાઉસમાં યોજાયેલા લગ્ન સમારંભમાં આ કપલ ઘણો ખુશ નજરે પડતો હતો. આ દરમિયાન બન્નેના પરિવારના સભ્ય અને ખાસ મિત્ર હાજર હતા. કુલ 130 મહેમાનોની હાજરીમાં ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ખેલાડી અને પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.ઇયાન મોર્ગનના લગ્નમાં સાથી ખેલાડી એલિસ્ટર કૂક, જેસન રોય, સ્ટીવ ફિન, માર્ક વૂડ અને જોસ બટલર પણ હાજર હતા. પોતાના નવા જીવનથી ઉત્સાહિત ઇંગ્લિશ કેપ્ટને ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તસવીર શેર કરી ફેન્સને જાણકારી આપી હતી.

આઠ વર્ષ પહેલા એક ઓસ્ટ્રેલિયન મહિલા સાથે કેટલાક સમય માટે પ્રેમ પ્રસંગને કારણે મોર્ગને બ્લેકમેઇલિંગનો પણ શિકાર થવુ પડ્યુ હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં રહેનારી એક મહિલા સાથે મોર્ગનનો સબંધ હતો. તસવીરો, વીડિયો અને મેસેજના દમ પર મહિલાના પતિએ મોર્ગન પાસે પૈસાની ડિમાન્ડ પણ કરી નાખી હતી, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.