રણવીર સિંહના ઘરે યોજાઈ હલ્દી સેરેમની, ભાંગડા કરતો જોવા મળ્યો એક્ટર

0
1004

મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે. 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહેલા આ કપલે ઈટાલીમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પહેલા બંનેના ઘરે રસ્મોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમુક દિવસ પહેલા જ દીપિકાના બેંગલુરુ સ્થિત ઘરે નંદી પૂજા રાખવામાં આવી હતી. આ સાથે જ લગ્નની વિધિઓનો પ્રારંભ થઈ ગયો હતો. હવે દીપિકા અને રણવીરની હલ્દી સેરેમની પણ યોજાઈ હતી. રણવીરના ઘરેથી હલ્દી સેરેમનીની અમુક તસવીરો સામે આવી રહી છે, રણવીરનું ઘર ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. રણવીર સફેદ કુર્તા-પાયજામામાં છે અને તિલક લગાવેલું છે. રણવીર પોતાના લગ્ન માટે ઘણો ઉત્સાહિત જોવા મળ્યો હતો. એક તસવીરમાં રણવીરના હાથ અને ચેહરા પર હલદી લાગેલી જોવા મળી રહી છે અને તે ભાંગડા કરતો જોવા મળ્યો હતો. જોકે દીપિકાની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી નથી. તાજેતરમાં રણવીરે દીપિકા માટે 20 લાખ રૂપિયાનું મંગળસૂત્ર ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં સોલિટેર હીરો જડવામાં આવ્યો છે.

– મંગળસૂત્ર ઉપરાંત દીપિકાએ 2 નેકલેસ પણ લીધા છે, તેના બાકીના ઘરેણાં પણ ખરીદી લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાના તમામ ઘરેણાંની કિંમત 1 કરોડ રૂપિયા છે.
– દીપિકા અને રણવીરના લગ્નની શોપિંગ મુંબઈના અંધેરીમાંથી કરવામાં આવી છે. વાસ્તવમાં આ કપલે પહેલાથી શોપિંગ અંગે નક્કી કરી રાખ્યું હતું.
– દીપિકા અને રણવીર જે સમયે શોપિંગ માટે શોરૂમ પહોંચ્યા, તેમના આવવાના એક કલાક પહેલા જ શોરૂમનું શટર બંધ કરી દેવામાં આવ્યું હતું, જે પછી આ સેલિબ્રિટી કપલે આવી આરામથી શોપિંગ કરી હતી. દીપિકાએ પણ ભાવી પતિ રણવીર માટે 200 ગ્રામની એક મોંઘીદાટ ચેન ખરીદી છે.

દીપિકા પાદુકોણ પોતાના લગ્નમાં ફેશન ડિઝાઈનર સબ્યાસાચીનાં ડિઝાઈનર આઉટફિટ પહેરવાની છે. દીપિકા જ નહીં પરંતુ એક્ટ્રેસનો પરિવાર પણ આ જ ડિઝાઈનરના કપડાં પહેરવાનો છે. રણવિર સિંહ કયા ડિઝાઈનરનાં કપડાં પહેરેશે, તે હજી નક્કી નથી.દીપિકા તથા રણવિર પહેલી ડિસેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ હયાત હોટલમાં ભવ્ય રિસેપ્શન આપવાના છે. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થશે. આટલું જ નહીં દીપિકા તથા રણવિરે રિસેપ્શન કાર્ડ મોકલવાની શરૂઆત કરી દીધી છે. દીપિકા તથા રણવિર તમામને જાતે ફોન કરીને રિસેપ્શન પાર્ટીનું આમંત્રણ આપી રહ્યાં છે.