આંધ્રપ્રદેશના કોવિડ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, અનેક ધાયલ

0
71
આંધ્ર પ્રદેશમાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દર્દીઓને સુરક્ષિત રીતે અન્યત્ર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છ આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિજયવાડામાં સ્વર્ણ પેલેસ નામની હોટલમાં વહીવટી તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જ્યાં 22 કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન રવિવારે વહેલી સવારે 5 વાગ્યે કોવિડ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સિવાય પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પર ઘટના સ્થળે આવવા રવાના થઈ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને દર્દીઓને રેસક્યૂ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ આગ લાગવા અંગેનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.ટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 8 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા હતા, જ્યારે 40થી વધુ દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.