ભાવનગર: ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થતા ચાર વ્યક્તિના મોતની આશંકા સેવાઇ રહી છે. બ્લાસ્ટ બાદ બોટ ડૂબવા લાગી હતી અને માત્ર 47 સેકન્ડમાં જ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. આ બોટ અલંગથી પિરમબેટ ટાપુ આવતા શિપને એન્કરિંગ માટે આવતી હતી. વરૂણ ટગ શિપ એન્કરિંગ તેમજ શિપને ડીઝલ સપ્લાય કરવાનું કામ કરતી હતી. ઘટનાને પગલે જીએમબીના અધિકારીઓ દોડી ગયા છે.